ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર (Declared as Academic Authority as per RTE Act 2009) |
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
GCERT DIGITAL DESK
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય સંસ્થા છે જે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે. |
૧૯૮૮ ની સાલ પહેલા તે ‘સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર થયું. આ SCERT જે હવે GCERT છે. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ દ્વારા નિયંત્રિત છે. |
૧૯૯૭ માં GCERT ને અમદાવાદ થી રાજધાની ગાંધીનગર ખાતે લઇ જવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ વિભાગે GCERT માટે સેકટર-૧૨ માં અલગ જમીન ફાળવી છે. આથી ૨૧ ઓગષ્ટ ૨૦૦૫ થી GCERT સેકટર-૧૨ માં નવી બંધાયેલી બિલ્ડિં ગ વિદ્યાભવન માં કાર્યાન્વિત છે. જ્યાં નવીન માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. |
GCERT એ રાજ્યની શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા છે. તે બધી ટીચર એજ્યુકેશન સંસ્થાઓને સહાય અને માર્ગદર્શન પુરૂ પાડે છે. GCERT બિનસરકારી સંસ્થાઓ, વિષય નિષ્ણારતો, શિક્ષણવિદો ના સહયોગ સાથે કામ કરે છે અને રાજ્યના અંતરાલ જિલ્લાઓમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન કરે છે. પ્રાથમિક શિક્ષણ, સર્વિસ પહેલાં અને સર્વિસ દરમ્યાન નું શિક્ષણ, રાષ્ટ્રમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ, શિક્ષણની પદ્ધતિઓ વિષે અદ્યતન પ્રવાહો તથા માહિતી ફેલાવે છે. નવિન વિષયો ને લક્ષમાં રાખીને ડિસ્ટન્સ એજ્યુકેશન ટ્રેનીંગના માધ્યમ તરીકે વ્યાપક ઉપયોગ, સામાજીક જાગૃતિના કાર્યક્રમો યોજવા અને પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સુધારો લાવે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ પણ GCERT ની સલાહ લે છે. આ કાઉન્સીલ શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા કટીબદ્ધ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાસક્રમનો વિકાસ, ભણવાની સામગ્રી અને મૂલ્યાંકકન પદ્ધતિનાં ક્ષેત્રમાં શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે પ્રયત્ન કરે છે. GCERT એ સર્જનાત્મક રીતે ચોક થી સેટેલાઇટ સુધીની અનોખી યાત્રા કરી છે અને શૈક્ષણિક સુધારાનાં ક્ષેત્રે કઠીન પડકારો ઝીલ્યા છે. To visit the web page click on the below link : DIGITAL DESK પર જવા માટે અહી ક્લિક કરો. શિક્ષક, વિદ્યાર્થી, વાલી કોઇ પણ Register થઇ શકે છે. GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધો. ૩ થી ૧ર ના Video, Assignment, Mock Test અને બીજું ઘણું બધું.... ABOUT NJCT : |
No comments:
Post a Comment